કોરોના ના બે વર્ષ બાદ સરકારે નવરાત્રીના આયોજન કરવા પર છૂટ આપી છે, જેને લઇ ખેલૈયાઓમાં અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં એક નવરાત્રીના આયોજનમાં ખેલૈયાઓની ભીડ વધુ પ્રમાણમાં ઉમટી પડતા નવરાત્રીના આયોજકોએ માનવ મેદના ને ઓછી કરવા નેહા કક્કર નું રિલીઝ થયેલું સોંગ “ઓ સાજના” વગાડ્યું હતું. નેહા કક્કર નું ગીત વગાડતાની જ સાથે 10 મિનિટની અંદર આખું મેદાન ખાલી થઈ ગયું હતું એવું નવરાત્રી ના આયોજકો નું કહેવું છે.
આ ઘટનાને ધ્યાનમાં લઇ ગુજરાત સરકારે ખેલૈયાઓના હિત માટે નેહા કક્કર ના નવા ગીત ને ગુજરાતમાં વગાડવા પણ પ્રતિબંધ મૂકી દીધો છે.