કરોના કાળ ના લાંબા સમય બાદ સરકારે આ વર્ષે નવરાત્રીના આયોજન માટે પરવાનગી આપી છે. તે જાણી ગુજરાતના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાકાળ દરમિયાન સરકારે એ જાહેર પ્રોગ્રામ આયોજન કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો તેના કારણે લોક ગાયકો ને ભારી નુકશાન થયું હતું. સુત્રો દ્વારા ખબર મળી છે કે ગુજરાતના જાણીતા ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી દર વર્ષે વિદેશમાં જઈ નવરાત્રીનું આયોજન કરતા હોય છે પરંતુ કોરોના ના બે વર્ષ દરમિયાન કાંઈ કમાણી ન થઈ હોવાથી આ વર્ષે અમદાવાદ ખાતે લોન લઈ સૌથી મોટી નવરાત્રિ અને ભવ્ય લોકડાયરા નું આયોજન કરી રહ્યા છે.
ફોક્સી ના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કિર્તીદાનના ખાસ ગણાતા કમાભાઈ હાલ ખૂબ જ ચર્ચામાં હોવાથી કિર્તીદાન ને એમની પાસે સ્પોન્સરશિપ માંગી હતી.
સુરત સટ્ટા બજારની વાત માનીએ તો ડાયરા માંથી કીર્તિદાન ગઢવીની કમાણી બ્રહ્માસ્ત્રના બોક્સ ઓફિસ કલેક્શનને પણ પાર કરી શકે છે. સાથે જ સમાચાર એ પણ છે કે ED અને CBI આ વખતે પહેલાથી જ સજાગ છે.