ગુજરાતની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે અને પાર્ટીઓ ફરી એકવાર લોકો માટે કામ કરી રહી છે.
એક રેલીને સંબોધિત કરતી વખતે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે લોકોને એવું વચન આપ્યું હતું, જેના કારણે તેઓ ગુજરાતમાં ચર્ચામાં આવી ગયા હતા. અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને વચન આપ્યું હતું કે, જો તેમની પાર્ટી ચૂંટણી જીતશે અને સરકાર બનાવશે તો તેઓ પાંચ વર્ષમાં યમુના નદી ની સફાઈ કરી એવી જ રીતે નર્મદા નદી ની પણ સફાઈ કરાવી નાખશે.
ઉત્સાહિત થઈ ને અરવિંદ કેજરીવાલે તો ત્યાં સુધી કહી દીધું કે તેઓ પોતે નર્મદામાં ડૂબકી મારશે અને ગુજરાતના લોકોને પણ ડૂબકી મરાવડાવશે. કેજરીવાલે તો ત્યાં સુધી પણ કહ્યું કે તેઓ નર્મદા બચાવો નામથી આંદોલન પણ કરશે.
જો કે, જ્યારે અરવિંદ કેજરીવાલને કહેવામાં આવ્યું કે નર્મદાનું પાણી માત્ર ચોખ્ખું જ નથી, પરંતુ મોદીજી દ્વારા ગુજરાતના ખૂણે-ખૂણે નર્મદા નું પાણી પીવાના પાણી તરીકે પણ પહોંચાડવામાં આવ્યું છે,ત્યારે અરવિંદ કેજરીવાલ નીરાશ થઈ અને બોલ્યા ‘મોદીજીને અમને કશું કામ જ નથી કરવા દેવું એટલે એમને પહેલા થી જ નર્મદા નું શુદ્ધ પાણી ગામે-ગામ પોહોંચાડી દીધું જેથી આ કામ કેજરીવાલ ના કરી શકે’.