ભારતીય ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના બીજા નંબરના ધનિક વ્યક્તિ બન્યા છે. થોડા સમય પહેલા જ તેઓ વિશ્વના ત્રીજા નંબરના ધનિક વ્યક્તિ હતા. ગૌતમ અદાણી ની સંપત્તિમાં છેલ્લા સાત આઠ વર્ષમાં અધધ ઉછાળો આવ્યો છે આ બાબતે કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું કે મોદીજી ગૌતમ અદાણીને પચીસ દિવસમાં પૈસા ડબલ ની સ્કીમ આપે છે. વધારે ઉમેરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે મોદીજી એ આ સ્કીમ આખા ભારતના લોકોને પણ જણાવવી જોઈએ જેથી ભારત વિશ્વગુરુ બની શકે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવનારા સમયમાં ગૌતમ અદાણી લોન લઈને વિશ્વના પહેલા નંબરના ધનિક વ્યક્તિ બનશે.