ભારતમાં હાલ બેરોજગારી વધી રહી છે અને આ બેરોજગારી નો સામનો સૌથી વધારે એન્જિનિયર્સ કરી રહ્યા છે. એન્જિનિયર કોઈ પણ જુગાડ કરી એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરે છે અને એવી જ રીતે એ રોજગારી મેળવવા માટે પણ કોઈ જુગાડ કરી લે છે.તાજેતરમાં રાજકોટના એક એન્જિનિયર એ ખરેખર તેનું ઘર તોડી નાખ્યું અને પછી તેને ફરીથી બનાવવા માટે તેના પિતા પાસે કોન્ટ્રાક્ટ માગ્યો હતો.જીગર પટેલ, કે જેઓ છેલ્લા પાંચ વર્ષથી બેરોજગાર છે. જે દિવસે તેમને સિવિલ એન્જિનિયરિંગની ડીગ્રી પ્રાપ્ત કરી એજ દિવસે તેણે આ કડક પગલું ભરવાનું વિચારી લીધું હતું. જીગર પટેલે એ થોડા પૈસા JCB ડ્રાઇવરને આપી JCB બોલાવી પોતાનું ઘર તોડાવી નાખ્યું. આ કામગીરી જોવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. એકઠા થયેલા મોટાભાગના લોકો બેરોજગાર હતા.પરંતુ તેણે શ્રેય લેવા માટે, તેના પિતા પાસેથી કોન્ટ્રાક્ટ મેળવ્યો અને હાલમાં તે ઘરનું પુનઃ નિર્માણ કરી રહ્યા છે. તેમણે એવી પ્રતિજ્ઞા પણ લીધી છે કે તેઓ આ સરકાર પાસે રોજગારી નહીં માંગે
બેરોજગાર સિવિલ એન્જિનિયર એ પોતાનું ઘર તોડી પિતા પાસે નવું ઘર બનાવવાનો માગ્યો કોન્ટ્રાક્ટ
